મોરબી અક્ષર પાર્ક સોસાયટીમાં સીસી રોડના કામ અંગે બે વર્ષથી રજુઆત કરવામાં આવી હતી. ત્યારે રાજુભાઇ રામાવત, ત્રિભોવનભાઈ શેરશીયા ઇન્ચાર્જ, અમીતભાઇ ગામી, સહિતના દ્વારા અક્ષર પાર્ક સોસાયટીનું સીસી રોડનું ખાતમુહુર્ત આજરોજ કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી-માળીયા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, વોર્ડ નં.1ના દેવાભાઈ અવાડીયા ઉપસ્થિત રહ્યા હતા.