મોરબી : અંજની પાર્કનાં રહીશો દ્વારા માર્ગ બંધ કરાયો, અન્ય સોસાયટીના રહીશો પરેશાન
મોરબીના આલાપ રોડ પાસે આવેલ અંજની પાર્કના રહીશો દ્વારા રસ્તો બંધ કરી દેવાતા અન્ય સોસાયટી જેવી કે ગજાનન પાર્ક, નંદનવન પાર્ક, રામકો બંગલોના રહીશોએ આજરોજ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆત માં જણાવ્યું હતું કે મોરબીના કેનાલ રોડ પાસે આવેલ અંજની પાર્ક સોસાયટી દ્વારા ગજાનન પાર્ક, નંદનવન પાર્ક, રામકો બંગલો વિસ્તારમાં જવા માટેનો રસ્તો જીઇબીના થાંભલા અને તાર બાંધીને બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે અન્ય સોસાયટીના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે ત્યાંના રહીશો દ્વારા આ રસ્તો ખુલ્લો કરવા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે