મોરબીમા બોરીયાપાટી પાસે થયેલ જનરેટર ચોરીના મુદામાલ સાથે ત્રણ ઈસમોને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયા
મોરબી: મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા બોરીયાપાટી પાસે ટાવરમાથી થયેલ જનરેટર ચોરીના મુદામાલ સાથે ત્રણ આરોપીઓને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક નાઓની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સ્પેકટર નાઓએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ હયુમન સોર્સીસથી બાતમીદારો આધારે પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે ઇન્ડેઝ ટાવર પ્રાઈવેટ લિમિટેડ માથી જનરેટર ચોરી થયેલ હોય જેમા ટાવર કંપનીમા ફરજ બજાવતો ટેકનીશીયન મહેશભાઇ કનુભાઇ વ્યાસ રહે.મોરબી ઉમીયા રેસીડેન્સી દલવાડી સર્કલ પાસે વાળો હોવાની હકિકત મળતા તેને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા આરોપીએ કબુલાત આપેલ કે ઇન્ડેઝ ટાવર પ્રાઈવેટ લિમિટેડમાથી ચોરી કરેલ જનરેટર આરોપી તૌફીકભાઈ યાકુબભાઈ સોલંકી રહે.રાજકોટ મોટીટાંકીચોક સદર બજાર તથા મકસુદભાઈ અહેમદભાઈ મોહેલ રહે. રાજકોટ મોટીટાંકીચોક સદર બજાર વાળાઓને સદરહુ જનરેટર વેચાણથી આપેલ હોવાની કબુલાત આપતા રાજકોટ ખાતે જઇ સદરહુ ચોરીમા ગયેલ જનરેટર કબ્જે કરી જનરેટર લેવા આવેલ બંને ઇસમો મળી ટાવરના ટેકનીશીયન સહીત ત્રણેય ઇસમોને અટક કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ઇ.પી.કો કલમ. ૩૭૯,૪૪૭,૧૧૪ મુજબનો ગુન્હો ડીટેકટ અટક કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.
પોલીસે કબ્જે કરેલ મુદામાલ મુદામાલ જનેરટર ૧૫ કે.વી કિ.રૂ. ૨,૦૦,૦૦૦.