મોરબીમાં 72 બોટલ વિદેશી દારૂ ઝડપાયો: બે ફરાર
મોરબી: મોરબીમાં વીસીપરા અમરેલી રોડ ઈટુના ભઠ્ઠાઓ પાછળ મચ્છુ નદીના કાંઠેથી ઈંગ્લીશ દારૂની ૭૨ બોટલ ઝડપાઈ જ્યારે બે આરોપી સ્થળ પરથી નાશી છુટતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ મોરબી પ્રજાપત કારખાના પાછળ વાડી વિસ્તાર ઈટુના ભઠ્ઠામા રહેતા આરોપી રોહિત ઉર્ફે બલ્લુ બાબુભાઈ અગેચણીયા તથા કિરીટભાઇ બાબુભાઈ અગેચણીયાએ મોરબીમાં વીસીપરા અમરેલી રોડ ઈટુના ભઠ્ઠાઓ પાછળ મચ્છુ નદીના કાંઠે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ- ૭૨ કિં.રૂ. ૪૦૩૨૦ નો મુદ્દામાલ પોતાની પાસે રાખી મળી આવતા રેઇડ દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસે દારુનો જથ્થો જપ્ત કર્યો હતો. બંને આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.