Sunday, May 4, 2025

મોરબીમાં 400 કરોડના ખર્ચે ઈન્ટરનેશનલ સિરામિક પાર્ક બનશે

Advertisement
Advertisement
Advertisement

માળીયા તાલુકાના ખેડૂતોને સિંચાઈના પાણીની સુવિધા માટે 40 કરોડ ફાળવાયા : મોરબીમાં જિલ્લા કક્ષાનું સ્પોર્ટસ સંકુલ મંજુર

મોરબી આજે વિશ્વ કક્ષાએ સીરામીક ઔદ્યોગિકનગર તરીકે દિન પ્રતિદિન વિકસિત પામતું જોવા મળે છે ત્યારે મોરબી સીરામીક ઔદ્યોગિક એકમોની હરણફાળ વિકાસ ગતિને વધુ વેગવાન બનાવવા આજરોજ નાણામંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા રજુ કરવામાં આવેલ બજેટમાં મોરબી ખાતે રૂ. 400 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાની અદ્યતન અને આધુનિક સુવિધાયુકત ઈન્ટરનેશનલ સીરામીક પાર્ક સ્થાપવા માટે બજેટ મંજુર કરવામાં આવ્યું છે.

દેશના તાત એવા ખેડૂતોની આવક બમણી કરવાની નેમ બતાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમને સાચા અર્થમાં સાર્થક કરવા આજરોજ રજૂ થયેલ બજેટમાં જળસંપત્તિ વિભાગ માટે રૂ. 5339 કરોડની માતબર રકમની જોગવાઇ કરવામાં આવી છે તે પૈકી મોરબી માળીયા (મીં.) વિસ્તારના સિંચાઇના કામો માટે અંદાજીત રૂ.40 કરોડની માતબર જેટલી રકમ આવરી લેવામાં આવી છે. આમ, માળીયા (મીં.) તાલુકાના સિંચાઈ સુવિધાથી વંચિત રહેલ ગામોને તબક્કાવાર સિંચાઇ સુવિધાનો લાભ મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની રમતગમત ક્ષેત્રે છૂપાયેલ શક્તિઓને ઉજાગર કરવા માટે શરૂ કરવામાં આવેલ ખેલમહાકુંભ દ્વારા વિદ્યાર્થીઓનો ખેલ ક્ષેત્રે થઇ રહેલ અનેરો વિકાસ જોવા મળે છે, તે આગામી દિવસોમાં વધુ બળવતર બનાવવા અને બરકરાર રાખવા માટે રાજય સરકાર દ્વારા રમત ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે આજે બજેટમાં રૂ. 517 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજયના જિલ્લા મથકે વધુમાં વધુ સ્પોર્ટસ સંકુલ બનાવવાની નેમ બનાવેલ છે તેના પરિપાકરૂપે મોરબી ખાતે જિલ્લા કક્ષાનું સ્પોર્ટસ સંકુલ બનાવવા સંદર્ભે સમાવેશ કરવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,502,736

TRENDING NOW