મોરબીમાં 30 વર્ષ ભાજપનું શાસન હોવા છતાં સુવિધા ના અભાવે ગૌવંશ કચરો ખાવા મજબૂર આમ આદમી પાર્ટીના તંત્ર પર આકરા પ્રહાર
મોરબી નગરપાલિકા અને ધારાસભ્ય શ્રી દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ મોરબી અભિયાન ચલાવવામાં આવ્યું ઘણી વખત આપણા ધારાસભ્ય શ્રી સાંસદ સભ્ય શ્રી મોરબી નગરપાલિકા તથા પ્રશાસન દ્વારા રોડ ઉપર સાવરણા લઈને ફોટો વાયરલ કરવામાં આવતા હોય છે પરંતુ વાસ્તવિકતા શું છે મોરબી ના સામા કાંઠા વિસ્તારના હાઉસિંગ બોર્ડ સર્કલથી સર્કિટ હાઉસ તરફ જતા સર્વિસ રોડ ઉપર કચરાના બેફામ ઢગ છે અત્યાર સુધી મોરબી નગરપાલિકા અને ધારાસભ્યશ્રી છેલ્લા 30 વર્ષમાં ખાલી પબ્લિકને લોલીપોપ આપ્યા છે તો હવે મોરબી મહાનગરપાલિકા બની છે તો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખશ્રી મહાદેવભાઇ પટેલ ની એક અરજ છે મોરબી મહાનગરપાલિકા ના કમિશનર શ્રી ને કે અત્યાર સુધી અનેક ગૌવંશના મૃત્યુ થયા છે અને ત્યાંની જનતા પારાવાર મુશ્કેલી ભોગવી રહી છે તો આ બાબતને ધ્યાને લઈ વહેલી તકે યોગ્ય પગલાં ભરવા મોરબી જનતા વતી આમ આદમી પાર્ટીની અરજ છે.