Sunday, June 7, 2026

મોરબીમાં 17 સપ્ટેમ્બરે ફ્રી કેંસર નીદાન કેમ્પ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં 17 સપ્ટેમ્બરે ફ્રી કેંસર નીદાન કેમ્પ યોજાશે

મોરબી: મોરબીમાં શ્રી વિશાશ્રીમાળી વણીક જ્ઞાતિ મહેતા કુંટુંબ આયોજિત સરોજબેન પ્રફુલભાઇ દોશીના આત્મશ્રેયાર્થ હ.ઉમિયાશંકર દયાલજી દોશી પરીવાર દ્વારા ફ્રી કેંસર નીદાન કેમ્પનું આયોજન તા-૧૭-૦૯-૨૦૨૨ થી ૧૮-૦૯-૨૦૨૨ સુધી શ્રી ડી.સી. મહેતા સાર્વજનિક ડીસપેન્સરી-૩ નવાડેલા રોડ મોરબી ખાતે યોજાશે.

મોરબી શહેર તેમજ આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી શ્રી વીસાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલીત મહેતા કુટુંબ પરિવાર આયોજીત શ્રી ડી.સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી-૩, નવાડેલા રોડ, મોરબીના સરોજબેન પ્રફુલભાઇ દોશીના આત્મશ્રેયાર્થ હ.ઉમિયાશંકર દયાલજી દોશી પરીવાર દ્વારા ફ્રી કેંસર નીદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેન્સર નિદાન કેમ્પમાં મુંબઇના કેન્સર નિષ્ણાંત સર્જન ડૉ. વિક્રમભાઇ સંઘવી (M.S.) કેન્સરના દર્દીઓને તા. ૧૭- ૦૯ – ૨૦૨૨ શનિવાર સાંજે ૪-૦૦ થી ૭-૦૦ અને તા. ૧૮-૦૯-૨૦૨૨ ના રવિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ ના સમય દરમ્યાન વિના મુલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે.

આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેડીકલ ઓફીસર ડૉ. જેરણાબેન પરમાર પાસે અગાઉથી નોંધાવી જવા અને તપાસ માટે આવે ત્યારે પોતાના કેશ પેપર્સસાથે લાવવા તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વી. શાહે જણાવેલ છે.

Related Articles

Total Website visit

1,607,836

TRENDING NOW