Thursday, May 1, 2025

મોરબીમાં ૨૫૭૫ બાળકોને વિનામૂલ્યે આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ૨૫૭૫ બાળકોને વિનામૂલ્યે આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાયો

આયુર્વેદિક જીવનશૈલી દ્વારા દર મહિને પુસ્યનક્ષત્ર પર બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા, શારીરિક તથા માનસિક વિકાસમાં વૃદ્ધિ કરવા, રોગો સામે લડવા માટે ત્રણ હજાર વર્ષ જૂનું આયુર્વેદિક રસીકરણ મંત્રોષધી સુવર્ણપ્રાશન ડ્રોપ્સનો રવિવારે ૨૫મો વિનામૂલ્યે કેમ્પ મોરબીમાં યોજાયો. આ કેમ્પમાં ૨૫૭૫ બાળકોએ વિનામૂલ્યે ટીપા પીધા. ટીપા પીવડાવ્યા બાદ દરેક બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવી. પ્રેગ્નેટ લેડીઝને પણ વિનામૂલ્યે પીવડાવવામાં આવ્યા. આ કેમ્પમાં કેમ્પના મુખ્ય આયોજક રાજભાઈ પરમાર (આયુર્વેદિક જીવનશૈલી) ના કહેવા અનુસાર પરમાર ક્રિષ્નાબેન, પરમાર ડિમ્પલબેન, ગીતાબેન, ચંદ્રકાન્તભાઈ,નીતાબેન, ગૌતમભાઈ, રસ્મિતાબેન એ સેવા આપી. સ્વ. શામજીભાઈ કાનજીભાઈ અધારાની પુણ્ય તિથિએ તેમના પુત્ર પ્રકાશભાઈ આઘારાએ સહયોગ આપ્યો. તથા કમલેશ રૂપાલા તથા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ, સોરઠીયા લુહાર ટ્રસ્ટી મંડળ, તથા અશ્વિનભાઈ પટેલના સહયોગથી આ કેમ્પ શક્ય બન્યો છે.

Related Articles

Total Website visit

1,502,609

TRENDING NOW