Saturday, May 3, 2025

મોરબીમાં હાલ ભાઈ હરખા, આપડે બેય સરખા જેવો ઘાટ !

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં હાલ ભાઈ હરખા, આપડે બેય સરખા જેવો ઘાટ !

મોરબી : મોરબી શહેર છેલ્લા ઘણા સમયથી ગંદકીથી ખદબદી રહ્યું છે જેના માટે પાલિકા તો જવાબદાર છે જ પરંતુ મોરબીની જનતા પણ ગંદકી માટે એટલી જ જવાબદાર છે. હાલમાં મોરબી નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે જેથી ગટરની સફાઈ દરમિયાન બહાર કાઢવામાં આવેલ કચરાને પાલિકા સમય ગેટ પાસે નાખવામાં આવ્યો છે ત્યારે કચરો નાખવાની જ આ જગ્યા હોય તેમ સ્થાનિકો દ્વારા પણ આ જગ્યાએ કચરો નાખવામાં આવતો હોવાથી મોરબીમાં હાલ ભાઈ હરખા, આપડે બેય સરખા જેવો ઘાટ સર્જાયો છે.

છેલ્લા ઘણા સમયથી મોરબીની સ્વચ્છતા, સારા રોડ રસ્તા, સારી આરોગ્ય શિક્ષણ સુવિધાના અભાવ જેવી સમસ્યાઓને જાણે ડરપોક જનતાએ પણ સ્વીકારી લીધી હોય તેવું આ માનસિકતાનું વરવું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. હાલ એક તરફ મોરબી નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પુરજોસથી કરવામાં આવી રહી છે ત્યારે પાલિકા દ્વારા નાલા અને ગટરની સફાઈ દરમિયાન જે કચરો બહાર કાઢવામાં આવે છે તે કચરાને મોરબીના પ્રવેશદ્વાર સમય ગેટ પાસે નાખવામાં આવ્યો છે જે કચરાના ઢગલા છેલ્લા ચારેક દિવસથી ત્યાં ને ત્યાં જ છે તો બીજી તરફ તેવી જ માનસિકતા ધરાવતા લોકો પણ જાણે આ જગ્યાને કચરો નાખવાની જગ્યા સમજી બેઠા હોય તેમ રાત્રીના સમયે કચરો ફેંકીને મોરબીની છબી ખરાબ કરી રહ્યા છે પણ આ સમસ્યાના હલ માટે જો મોરબીના પ્રત્યેક વ્યક્તિ જાગૃત બને તો મોરબી ફરી પેરિસ બની શકે અને ખાસ નગરપાલિકા પણ જાહેર સ્થળો પર કચરો ફેંકનાર પર દંડની જોગવાઈ કરી આક્રમક વલણ અપનાવે તે જરૂરી છે.

Related Articles

Total Website visit

1,502,712

TRENDING NOW