મોરબી ખાતે યોજાયેલ સ્વ.રમેશ મહેતા શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં માળીયા તાલુકાના માણાબા ગામના ગીતકાર અને યુવા પત્રકાર ગફારભાઈ પલેજાને કલાના કસાબીઓ નામી સંગીતકાર કલાકાર અને રાજકીય આગેવાનોની હાજરીમાં એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા મોજીલા મોરબીના આંગણે એમબીએસ ડીઝટલના જુનિયર રમેશ મહેતા એવા મયુર બાપા ડેન્જર શાયર સિધ્ધરાજસિંહ સરવૈયા ભાવીન વાઢેર દ્વારકેશ ફિલ્મના પ્રોડ્યુસર કલ્પેશ પંડયા આયોજિત ગુજરાતી ફિલ્મના હાસ્યના બેતાઝ બાદશાહ સ્વ.રમેશ મહેતાજીની ૧૦મી પુણ્યતિથિએ શ્રધ્ધાંજલી અર્પણ કરતા કાર્યક્રમ અને એવોર્ડ ફંક્શનનુ આયોજન કરેલ જેમા ગુજરાતના નામી કલાના કસબીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમા માળીયા તાલુકાના માણાબા ગામના યુવા પત્રકાર અને ગીતકાર ગફારભાઈ પલેજાને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા માણાબા ગામે રહેતા ગફારભાઈ પલેજા પ્રેમાળ લાગણીશીલ સ્વભાવ ધરાવતા યુવા ગીતકાર અને પત્રકાર તરીકે ખુબજ જાણીતા છે તેઓ હંમેશા નાના મોટા દરેક વ્યક્તિ સાથે હળીમળી એકતાની ભાવના સાથે રહીને સારી એવી નામના ધરાવે છે તેમજ તેઓમા ભરેલી કલા સરસ્વતીની કૃપાથી અનેક ગીતો લખી ગીતકાર તરીકે ઉભરી આવ્યા છે વધુમાં ગફારભાઈ પલેજા પત્રકાર તરીકે પણ પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપી પંથકમાં સારી એવી લોકચાહના ધરાવે છે ત્યારે મોરબી ખાતે યોજાયેલા સ્વ.રમેશ મહેતાને શ્રધ્ધાંજલી આપતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગુજરાતના હિન્દી ગુજરાતી ફિલ્મ સાથે સંકળાયેલા કલાકાર ગીતકારો કલાના કસબીઓ અને રાજકીય આગેવાનોની વચ્ચે ઉભરતા સિતારાઓને એવોર્ડથી સન્માનિત કરીને બિરદાવામાં આવ્યા હતા જેમાના એક માણાબા ગામના ગીતકાર ગફારભાઈ પલેજાને પણ એવોર્ડથી સન્માનિત કરાતા તેઓને ચોતરફથી અભિનંદનની વર્ષા સાથે શુભકામના પાઠવી રહ્યા છે તેમજ ગફારભાઈ પલેજાએ નાની ઉંમરે ગામ અને પરીવારનુ ગૌરવ વધારી નામ રોશન કર્યુ છે તે કાબીલેદાદ અને અભિનંદનને પાત્ર છે જેથી આગામી સમયમાં પણ સફળતાના શિખરો સર કરે તેવી ગીતકાર તરિકે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે તેવી મિત્રો હિતેચ્છુ લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે