મોરબી : મોરબીના આંગણે સ્વ. રમેશ મહેતાને શ્રદ્ધાંજલિ અને ગુજરાતી, હિન્દી ફિલ્મ સાથે સંકળાયેલા કલાકાર કસબીઓને એવોર્ડ આપી સન્માન કરવાનું આયોજન એમ.બી.એસ. ડિજિટલના જુનિયર રમેશ મહેતા એવા મયુર બાપા, સરવૈયા સિધ્ધરાજસિંહ ડેન્જર શાયર, ભાવીન વાઢેર, દ્વારકેશ ફિલ્મના પ્રોડ્યુસર કલ્પેશ પંડ્યા સહિતનાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
મોરબીમાં ગત તા. 22 જૂનના રોજ યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ફિલ્મ – ટીવી- સ્ટેજ સાથે સંકળાયેલા કલાકાર – કસબીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો સહિતનાએ હાજરી આપી હતી અને કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.