મોરબીમાં આગામી તા. ૪/૦૧/૨૦૨૨ ના રોજ “સોનલબીજ ૨૦૨૨” ની પાવન ઉજવણી પ્રસંગે મોરબી શહેર ચારણ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મોરબી સોનલબીજ સમિતિ દ્વારા સન્માનનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે.
મોરબી શહેરમાં વસતા ચારણબંધુઓના તેજસ્વી વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૨૦-‘૨૧માં ધોરણ-૧૦/૧૨/ગ્રેજ્યુએશન/પોસ્ટ ગ્રેજ્યુએશન/ડીપ્લોમા/એમ.ફીલ/પી.એચ.ડી. વગેરેમાં સૌથી વધુ માર્કસ/ટકા લાવેલા હોય તેવા દરેક વિભાગમાંથી ત્રણ-ત્રણ દિકરા અને ત્રણ-ત્રણ દિકરીઓને સોનલબીજના પાવન અવસરે સોનલબીજ જન્મોત્સવ સમિતિ મોરબી સન્માનિત કરી પ્રોત્સાહિત કરશે.
મોરબી શહેર ચારણ સમાજના વિદ્યાર્થીઓ/વાલીઓ છેલ્લામાં છેલ્લી તા.૨૨/૧૨/૨૦૨૧ સુધીમાં જે તે ધોરણની માર્કશીટની ઝેરોક્ષ/નામ-સરનામું નંબર વગેરે વિગતો ડૉ. કિશોરદાન ગઢવી 9408512844, સંજયભા નાંદણ 7874131242, વિજયભા રતન 9979322671, નાનબાઈ મારુ 7778052937, નયનાબા બારહટ 9408512844, ભૂમિબેન નાંદણ 9726050888, લક્ષ્મીબેન બળદા 9712367121, મોરબી સોનલબીજ શિક્ષણ સમિતિના સભ્યોને પહોંચાડવાની રહેશે.