Tuesday, March 10, 2026

મોરબીમાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું કાર્ય નગરપાલિકાએ રોક્યું: ક્રાંતિકારી સેનાએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

Advertisement
Advertisement
Advertisement

ભાજપ ના મંત્રીઓ દ્વારા ગુજરાતમાં ઘણી બધી પ્રતિમાઓના અનાવરણ કરે છે ત્યારે ભાજપ દ્વારા સંચાલિત મોરબી પાલિકાના અમુક સદસ્યોએ કોના કહેવાથી મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું કાર્ય અટકાવેલું છે ?

મોરબી ખાતે ક્રાંતિકારી સેના દ્વાર માર્ચ ૨૦૨૧માં મળેલા જનરલ બોર્ડમાં મોરબી નગરપાલિકા દેશભક્ત અને યુવા સદસ્ય ભાવિકભાઈ જારીયાની દરખાસ્ત દ્વારા મોરબી ખાતે મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવા માટે સર્વાનુમતે ઠરાવ પાસ કરવામાં આવેલ હતો, ત્યારબાદ અનેક વખત ક્રાંતિકારી સેના દ્વારા મંજૂરી પત્રની રૂબરૂબ માંગ મોરબી નગરપાલિકા પાસે કરી હતી.

પણ અંતમાં જાણવા મળેલ કે ત્યાં ના દુકાનદારો દ્વારા ક્રાંતિકારી સેનાએ જે સનાળા રોડ પર આવેલ સરદાર બાગ સામે ના પાર્કિંગમાં માત્ર ૬×૬ ફૂટની જગ્યામાં માંગેલ તે નફાળવવા માટે અમુક એક અરજી દ્વારા રજુઆત કરેલ છે. જેથી આપને ત્યાં મંજૂરી નહીં મળે. ક્રાંતિકારી સેનાએ મોરબી નગરપાલિકા પાસે આર.ટી.આઈ દ્વારા વિરોધ કરનારાઓ એ આપેલ પત્રની માંગણી કરેલ પરંતુ પાલિકા દ્વારા પત્રની નકલ આપવામાં આવેલ નહીં વિરોધીઓના નામ જાણવા ક્રાંતિકારી સેના દ્વારા નગરપાલિકા માં રહેલ અમુક દેશભક્ત મિત્રોને વાત કરતા તે પત્રની કોપી ક્રાંતિકારી સેના પાસે આવી ગયેલ જેના અનુસંધાને ક્રાંતિકારી સેના દ્વારા તમામ વિરોધકર્તાઓની રૂબરૂ મુલાકાત લીધેલ હતી.

જેમાં ચોંકાવનારો ખુલાસો થયેલ રાજકીય વગ ધરાવતા એકેલ દોકલ વ્યક્તિઓ જે લોકોને લખતાં જ નથી આવડતું તેઓની સહીઓ, જે દુકાનો બે વર્ષથી બંધ છે તેમની પણ સહીઓ અને ત્યાં સુધી એક સ્કૂલના પ્રિન્સિપાલ ના સિક્કાનો દૂર ઉપયોગ કરી તેની પણ બોગસ સહી કરવામાં આવેલ છે તદઉપરાંત અન્ય લોકોને ગેરમાર્ગે દોરી ખોટી માહિતી આપી સહયોગ લેવામાં આવે છે, જે અનુસંધાને ક્રાંતિકારી સેના એ તમામ લોકોને સમજાવી અને તેઓને આ જગ્યા પર કઈ રીતે પ્રતિમા મૂકીએ તેની સાચી માહિતી આપી જેથી મોટા ભાગના લોકોએ પોતાની સહમતી લેખિતમાં આપી અને લોકોએ એવું કીધું કે જેઓએ દેશ માટે પોતાનુ બલિદાન આપી દીધા છે તેઓ ને યાદ કરવા માટે આપણે માત્ર ૬*૬ ફૂટ જગ્યા શું ના આપી શકીએ ? જ્યારે બાળકો ડીઝીટલ યુગ પાછળ ઘેલા થયા છે ત્યારે દેશના બલિદાનો તેમની નજર સમક્ષ રાખવા અને દેશની આ વિભૂતિઓને હંમેશા લોકો યાદ કરે અને તેમનામાં વિચાર જીવન માં ઉતારે ખૂબ જરૂરી છે.

જેથી ક્રાંતિકારી સેના દ્વારા મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવાનું કાર્ય શરૂ કરતાં ભાજપ ની સંપૂર્ણ સતાવાળી મોરબી નગરપાલિકા દ્વારા કામ અટકાવવા જણાવેલ અને લેખિત માંગણી કરતા કોઈ ઉત્તર આપેલ નહીં એક તરફ મોરબી શહેરમાં ભાજપના જ મંત્રીઓ દ્વારા અન્ય પ્રતિમાના અનાવરણ કરી દેશ ભક્તિ અને સામાજિક જવાબદારી દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે તેની વિપરીત એકલ દોકલ વ્યક્તિઓ ના સ્વાર્થ ખાતર મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝ ની પ્રતિમા મુકવાના કાર્યમાં ભાજપના પાલિકા સદસ્યો જ વચ્ચે આવીને પ્રતિમા ના કામોને બંધ કરાવતા આજ રોજ તમામ આધાર પુરાવા સાથે ક્રાંતિકારી સેનાએ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર ને આવેદન દ્વારા વિગતવાર માહિતી અપાય. ત્યારે મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા કરતા મોરબી નગરપાલિકા સદસ્યોને કોનું હિત સાચવવામાં રસ છે તે એક સવાલ છે.

Related Articles

Total Website visit

1,595,255

TRENDING NOW