મોરબીમાં સીમા જાગરણ મંચ દ્વારા આયોજિત વિજય કારગીલ દિવસે નિમિત્તે શહિદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
જેમાં મોરબીના સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે સુરેન્દ્રભાઈ બારેજીયા (નિવૃત આર્મીમેન) તથા જયંતીભાઈ ભાડેસિયાના હસ્તે કારગીલ યુદ્ધના શહિદોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ હતી. આ ઉપરાંત મહેશભાઈ બોપલિયા,ભુદરભાઈ (નિવૃત આર્મીમેન), દિનેશભાઈ બારૈયા (નિવૃત આર્મીમેન), મેહુલભાઈ ગાંભવા,નરેન્દ્રભાઇ પોપટ, જ્યોતિષી જાડેજા, હિરેનભાઈ વીડજા તથા રાજેશભાઈ (સીમા જાગરણ મંચ સંયોજક) એ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.