મોરબીમાં સાસુને ઠપકો દેવો પડ્યો ભારે, માઠુ લાગી આવતા પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી: મોરબીના શનાળા રોડ પર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સાસુએ છોકરા રાખવા બાબતે ઠપકો આપતા પરીણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ બ્લોક નં – ૭૪૪ માં રહેતા ડિમ્પલબેન હિતેશભાઈ પરમાર (ઉ.વ.૨૫)ને તેની સાસુએ છોકરા રાખવા બાબતે ઠપકો આપતા મનમાં લાગી આવતા ગતા તા.૧૭-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ડિમ્પલબેને પોતે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.