Friday, May 9, 2025

મોરબીમાં સામાન્ય બોલાચાલી બાબતે બબાલ થતા બે પક્ષો વિરુદ્ધ સામસામે ફરીયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં સામાન્ય બોલાચાલી બાબતે બબાલ થતા બે પક્ષો વિરુદ્ધ સામસામે ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી -૨ વેજીટેબલ રોડ ભીમસર તરફ જવાના રસ્તે બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ બબાલ થતા બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સામસામે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી -૩ વેજીટેબલ રોડ પંચમુખી હનુમાનજીના મંદિર પાછળ રહેતા હનીફભાઇ હબીબભાઈ જામ (ઉ.વ.૩૦) એ આરોપી હાજીભાઇ સીદીકભાઇ ખોળ, હાજરાબેન હાજીભાઇ ખોળ, અસલમભાઇ હાજીભાઇ ખોળ, શાહરૂખભાઇ હજીભાઇ ખોળ, અલ્તાફ હાજીભાઇ ખોળ, હાજીભાઇનો સાળો રફીકભાઇ , અનીશભાઇ હુશેનભાઇ સંધી, રીયાજભાઇ ગુલામભાઇ જેડા, સાહીલભાઇ અસગરભાઇ જેડા તથા બીજા બે અજાણ્યા માણસો રહે. બધા મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૧-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે ફરીયાદીના ભાઇઓ સાહેદો સાથે આ કામના આરોપી હાજીભાઈએ અમારા વિષે ખોટી વાતો કરો છો તેમ કહી બોલાચાલી કરેલ હોય બાદ બન્ને સાહેદો ત્યાથી નીકળેલ ત્યારે ઉભા રખાવી આરોપીઓએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી કુહાડી, પાઇપ, ધોકા જેવા હથીયારો ધારણ કરી ફરીયાદી તથા સાહેદોને ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી શરીરે આડેધડ માર મારી સાહેદ સલીમભાઇને પગમા ફેકચર તથા માથામા ઇજા કરી તથા ફરીયાદીને માથામા સામાન્ય ઇજા કરી તથા સાહેદ વલીમામદભાઇને કુહાડીથી આંખ પાસે ઇજાઓ કરી તથા ફરીયાદીના એકટીવા મોટરસાયકલમાં તોડફોડ કરી નુકશાની કરી હોવાની હનીફભાઇ એ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

જ્યારે બીજી ફરીયાદ મોરબી -૨ વેજીટેબલ રોડ ભીમસરમા રહેતા હાજરાબેન હાજીભાઈ ખોળ (ઉ.વ.૪૫) એ આરોપી વલીમામદ હબીબભાઈ જામ, સલીમભાઇ હબીબભાઈ જામ, હનીફભાઇ હબીબભાઈ જામ રહે. બધા ઉમા ટાઉનશિપ સામે વેજીટેબલ રોડ મોરબી -૨ વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૧-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે આરોપીઓ ફરીયાદીના ઘર પાસે આવી ફરીયાદીના પતિ સાહેદ હાજીભાઇ સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરી ઢીક્કા પાટુનો માર મારતા હોય અને આરોપી વલીમામદ સાહેદ હાજીભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય જેથી આ કામના ફરીયાદી તથા સાહેદ હાજરાબેન તેઓને છુટા પડાવવા વચ્ચે પડતા આરોપી વલીમામદએ તેની પાસે રહેલ લાકડી વડે ફરીયાદી તથા સાહેદને મુંઢ ઇજા કરી તેમજ આરોપી સલીમભાઇ તથા હનીફભાઇએ આરોપી વલીમામદ ને ગુનામાં મદદગારી કરી હોતી. આ બનાવ અંગે હાજરાબેને આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,830

TRENDING NOW