Friday, May 2, 2025

મોરબીમાં સામાન્ય બાળકોને વૈભવી કારમાં બેસાડી જોય રાઈડ કરાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં સામાન્ય બાળકોને વૈભવી કારમાં બેસાડી જોય રાઈડ કરાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ

વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરી સરકારી શાળાના બાળકોને લક્ઝુરિયસ કારમાં ફરવાના આનંદની અનુભૂતિ કરાવી પ્રેમથી ભાવતા ભોજનીયા કરાવ્યા

મોરબી : મોરબીમાં દરેક તહેવારોની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગરીમાંસભર ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે પ્રેમના પર્વ વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે ખાસ કરીને સામાન્ય પરિવારના બાળકોના મોંઘી કારમાં બેસીને શહેરભરમાં ફરીને આનંદની અનુભૂતિ કરવાના સ્વપ્નને સાકાર કર્યું હતું. મોરબીના ઉધોગકારોના સાથ સહકારથી બાળકોને વૈભવી કારમાં બેસાડી શહેરભરમાં જોય રાઈડની રોમાંચક સફર કરાવી હતી. બાદમાં બાળકોને વૈભવી હોટલમાં ભાવતા ભોજનીયા કરાવીને બીજાની ખુશીમાં જ આપણી ખુશી હોવાના ભારતીય સંસ્કૃતિનું મૂળ ભાવાર્થને ખરાઅર્થમાં ચરિતાર્થ કર્યો હતો.

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત સાતમાં વર્ષે આજે વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરકારી શાળામાં ભણતા સામાન્ય પરિવારના બાળકોને વૈભવી કારમાં જોય રાઈડ કરાવી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરી હતી. આ અદભુત જોય રાઈડ્સનું શહેરના શનાળા રોડ સ્કાય મોલ પાસેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી

તથા કેતન વિલપરા (પૂર્વ પ્રમુખ શ્રી મોરબી નગરપાલિકા ) તથા રોહનભાઈ રાંકજા (યુવા ઉદ્યોગપતિ) તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપ મહિલા વિંગ ના કાજલબેન ચંડીભમર, મયુરીબેન કોટેચા, અલકાબેન દવે, ભાનુબેન નગવાડીયા (પૂર્વ કાઉન્સિલર મોરબી નગરપાલિકા) સહિતના અગ્રણીઓ આ જોય રાઈડ્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ઉધોગકારો પોતાની 50 જેટલી વૈભવી કાર સાથે જોડાયા હતા. સામાન્ય પરિવારના બાળકોનું ચાર ચાર બંગડી વાડી ગાડીમાં બેસીને ફરવાની મોજ માણવાનું સ્વપ્ન સાકાર થતા આ બાળકોમાં ખુશીની કોઈ સીમા રહી ન હતી. આ વૈભવી કારમાં સન રૂફ માંથી ઉભા રહી બાળકોએ કિલકારીઓ કરીને અનોખા આનંદની અનુભૂતિ કરી હતી. બાદમાં ગરીબ બાળકોને મોંઘી હોટલમાં ભાવતા ભોજનીયા કરાવવામાં આવ્યા હતા. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે બીજાના મનને અનોખો આનંદ આપીને આપણે ખુશ થવું એ જ આપણી સંસ્કૃતિનું મૂળ સોહાર્દ છે અને યંગ ઇન્ડિયા ગ્રુપે ભારતીય સંસ્કૃતિની આ ભાવનાને ચરિતાર્થ કરી છે. જરૂરિયાતમંદ બાળકોને સોચો આનંદ મળે એ માટે જ વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આવા બાળકોને સાચા અર્થમાં પ્રેમ આપીને આજના દિવસના મંગલપર્વની મૂળ ભાવનાને દીપવવાનો પ્રયાસ કર્યો છે. આપણે બીજાનું ભલું કરીએ તો આપણું ભલું આપોઆપ થઈ જશે એ મેસેજ લોકો સુધી પહોંચાડવાનો અમારો આ કાર્ય પાછળનો શુભ હેતુ છે.

Related Articles

Total Website visit

1,502,697

TRENDING NOW