મોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા સર્વ જ્ઞાતિનાં લોકો માટે ફ્રી વેકસીનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોને નિ:શુલ્ક રસી આપવામાં આવી હતી.
મોરબીમાં જૈન સમાજ દ્વારા સર્વ જ્ઞાતિનાં લોકો માટે મોરબીની બોયઝ હાઇસ્કૂલ ખાતે નિ:શુલ્ક ફ્રી વેકસીન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતું જઈ રહ્યું છે. ત્યારે લોકો પણ આગળ આવી સેવા કરી રહ્યા છે. આ નિ:શુલ્ક ફ્રી રસીકરણ કેમ્પ ગઇકાલે સવારે ૯:૩૦ થી સાંજે ૭ વાગ્યા સુધીમાં ૪૮૭ જેટલા લોકોએ આ રસીકરણ કેમ્પનો લાભ લીધો હતો.
