Sunday, May 4, 2025

મોરબીમાં શોભાયાત્રા દરમિયાન થયેલા કચરાના નિકાલ માટે રાત્રે સફાઈ અભિયાન હાથ ધરાયુ

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં શોભાયાત્રા દરમિયાન થયેલા કચરાના નિકાલ માટે રાત્રે સફાઈ અભિયાન હાથ ધરાયુ

નગરપાલિકાના સફાઈ કર્મીઓ સાથે યંગ ઇન્ડિયાના તમામ કાર્યકરોએ નહેરુ ગેઇટ ચોક સહિતના તમામ રૂટ પર રાત્રે સફાઈ કરીને ચોખ્ખાચણાક કરી નાખ્યા

મોરબી :મોરબીમાં સામાજિક કાર્યો થકી કાંતિકારી ચેતના જગાવતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રામનવમી નિમિતે પણ સ્વચ્છતાના પાઠ શીખવડ્યા હતા. રામનવમી નિમિતે નીકળેલી શોભાયાત્રા અને નહેરુ ગેઇટ ચોકે ભક્તિ સભર કાર્યક્રમો દરમિયાન રાત્રે ભારે કચરો થતા યંગ ઇન્ડિયા ગ્રુપ અને નગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા શોભાયાત્રા દરમિયાન થયેલા કચરાના નિકાલ માટે રાત્રે સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું.જેમાં નગરપાલિકાના સફાઈ કર્મીઓ સાથે યંગ ઇન્ડિયાના તમામ કાર્યકરોએ નહેરુ ગેઇટ ચોક સહિતના તમામ રૂટ પર રાત્રે સફાઈ કરીને ચોખ્ખાચણાક કરી નાખ્યા હતા.

મોરબીમાં ગઈકાલે રામનવમી નિમિતે સર્વ હિન્દૂ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તેંમજ નહેરુ ગેઇટ ચોકમાં રાત્રે ભજન સંધ્યા સાહિતના ભક્તિસભર કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આથી શોભાયાત્રાને કારણે મુખ્યમાર્ગો અને નહેરુ ગેઇટ ચોકે રાત્રે આ કાર્યક્રમને લીધે મોટી માત્રામાં કચરો એકઠા થયો હતો. આ કાર્યક્રમ મોડી રાત્રે પૂરો થયો હતો.જો કે નગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા દરરોજ રાત્રે સફાઈ કરવામાં આવે છે. પણ ગતરાત્રે વધુ કચરો થયો હોય એકલા હાથે આ કચરાની સફાઈ શક્ય ન હતી.આથી સાથી હાથ બઢનાની જેમ યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ કાર્યકરોએ મોડી રાત્રે કાર્યક્રમ પતાવી જવાબદારી પુરી થયાનું સમજવાને બદલે આ કચરો ઉપડવાની પોતાની પણ નૈતિક જવાબદારી સમજીની રાત્રે કચરો દૂર કરવા સાવરણા-ઝાડુ લઈને મંડી પડ્યા હતા. યંગ ઇન્ડિયાના મેન્ટોર દેવેનભાઈ રબારી સહિત તમામ કાર્યકરોએ મોડી રાત્રી સુધી સફાઈ કરી હતી અને નગરપાલિકાના સફાઈ કર્મીઓ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ કાર્યકરોએ નહેરુ ગેઇટ ચોક સહિતના મુખ્યમાર્ગો ઉપર થયેલા કચરાની સફાઈ કરીને પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,733

TRENDING NOW