Saturday, May 3, 2025

મોરબીમાં વિસ્તારમાંથી બાઈક ની ચોરી,પોલીસ ફરિયાદ નોંધાય.

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં વિસ્તારમાંથી બાઈક ની ચોરી,પોલીસ ફરિયાદ નોંધાય.

મોરબીના લાતી પ્લોટ શેરી નં-૦૬મા વિનાયક હાર્ડવેરની દુકાન નજીકથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ ઓમપાર્ક ની પાછળ રાજનગરની બાજુમાં વાડી વિસ્તાર મોરબીમાં રહેતા વિનોદભાઈ ભાણજીભાઈ પરમાર (ઉ.વ.૪૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૦-૦૨-૨૦૨૩ ના રોજ સાડા આઠ વાગ્યાથી બપોરના સાડા બાર વાગા સુધીમાં અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ બ્લેક કલરનુ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-03-HL-3975 જે મોડલ સને-૨૦૧૫ વાળુ જેની કી.રૂ.૨૦,૦૦૦/- વાળુ મોટર સાઇકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઈ ગયા હોવાની ભોગ બનનાર વિનોદભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW