મોરબીમાં વિદેશી દારૂની 21 બોટલો સાથે બે ઝડપાયાં
મોરબી: મોરબી ગ્રીનચોક નાની બજારમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૧ બોટલો સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી ગ્રીનચોક નાની બજાર વિશ્વકર્મા મંદિર પાસે રહેતા આરોપી રમજાનભાઈ આમદભાઈ ચાનીયા (ઉ.વ.૩૫) તથા અકરમ પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૧ કિં.રૂ.૧૦,૯૨૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.