Wednesday, March 11, 2026

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા સાયકલિંગ રાઈડ યોજાઈ : મંત્રી મેરજાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરમાં રોટરી ક્લબ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે જે અંતર્ગત મોરબી રોટરી કલબ દ્વારા મોરબી ખાતે ૨૭મી ફેબ્રુઆરી 2022 ના રોજ સાયક્લો ફન-2022 ના નામથી સાયકલિંગ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સાયકલિંગ રાઇડને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રાઇડમાં શહેરના નાના બાળકથી માંડીને મોટી ઉંમરના 400 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ રાઈડ 20, 10 અને 05 કિલોમીટર એમ ત્રણ કેટેગરીમાં કરવામાં આવેલ હતી. 20 કિલોમીટરની રાઈડમાં 50, 10 કિલોમીટરની રાઈડમાં 140 અને 05 કિલોમીટરની રાઇડમાં 200 થી વધારે વ્યક્તિઓએ ભાગ લીધેલ હતો. મોરબી શહેરના લોકોમાં સાઇકલ ચલાવવા પ્રત્યે જાગૃતિ લાવી લોકો હેલ્ધી લાઇફ-સ્ટાઇલ તરફ વળે અને મોરબી શહેર પ્રદૂષણ મુક્ત બને તે હેતુથી સાયક્લિગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. ભાગ લીધેલ દરેક વ્યક્તિને રોટરી ક્લબ દ્વારા ટીશર્ટ, મેડલ તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા. 12 વર્ષથી નીચેની ઉંમરના દરેક ભાગ લીધેલ બાળકોને પ્રોત્સાહક ભેટ આપવામાં આવેલ હતી.

આ પ્રસંગે મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા રોટરી કલબના સિદ્ધાર્થભાઇ જોશી, બંસીબેન શેઠ, રસીદાબેન લાકડાવાલા તથા સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,595,334

TRENDING NOW