Saturday, May 10, 2025

મોરબીમાં રામા મંડળ જોવા ગયેલા પુર્વ પ્રેમીને યુવતીનાં પરીવારે ઢીબી નાખ્યો

Advertisement
Advertisement
Advertisement

ફિલ્મી સ્ટોરી માં પ્રેમ માં પાગલ યુવક પ્રેમીકા ની એક ઝલક પામવા કોઈ ને કોઈ બહાને તેમના ઘર પાસે આંટાફેરા કરતો જોવા મળે છે આવોજ એક કિસ્સો સામે આવ્યો છે જાણે કે પ્યાર કિયા તો ડરના ક્યા ની જેમ મોરબીમાં યુવતીનો પૂર્વ પ્રેમી પ્રેમિકાના ઘર પાસે રામામંડળ જોવા આવ્યો હતો.જે યુવતીના પરિવારજનોને સારૂ નહી લાગતા યુવકને લમધારીને જાનથી મારવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

જ્યાં ફરિયાદી મહેશભાઇ દયારામભાઇ પરમારે યુવતીના પરિવારજનો સુરેશભાઇ ભાણજીભાઇ પરમાર, જેરામભાઇ ભાણજીભાઇ પરમાર, કાંતીલાલ ભાણજીભાઇ પરમાર અને જેરામભાઇના દીકરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જ્યાં મહેશભાઇએ જણાવ્યું હતું કે, તેને સુરેશભાઇની દિકરી સાથે અગાઉ પ્રેમ સંબધ હોય જેની જાણ સુરેશભાઇને થતા તેને આ પ્રેમ સંબધ મંજુર ન હોય, જેથી હવે પછી સંબધ નહી રાખવા બન્ને પક્ષે સમાધાન થયેલ હોય થયું હતું.
આ ઘટના બાદ ગતતા. ૨૩ ના રાત્રીના મહેશભાઇ કનેકડાની વાડીમાં રામામંડળ રમાતુ હોય જે જોવા માટે ગયેલ હોય જેથી આરોપીઓને સારૂ નહી લાગતા આ કામના આરોપીઓએ ‘અમારા ઘર બાજુ કેમ આવેલ છો‘ તેમ કહી મહેશભાઇને ભુંડાબોલી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી તથા જેરામભાઇએ મહેશભાઇને પટ્ટા વડે વાસાના ભાગે માર મારી આખા શરીરે મુંઢ ઇજાઓ કરી હતી. અને ‘જો ફરીવાર અમારા ઘર બાજુ આવીસ તો જાનથી મારી નાખશુ‘ તેવી ધમકી આપી હતી.જે મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આઇ.પી.સી કલમ-૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,892

TRENDING NOW