મોરબીમાં રાજપર રોડ પર કૂવામાં પડી જતાં યુવકનું મોત.
મોરબીના શનાળા રોડ રાજપર રોડ પર આવેલ કૂવામાં મધ્યપ્રદેશનો યુવક પડી જતા તેમનું મોત નિપજ્યું હતું ત્યારે પોલીસે આ અંગે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શનાળા ગામે રાજપર રોડ ઉપર રહેતા કાળુભાઈ માનસિંગભાઈ માવી રહે.મૂળ એમપીનું કૂવામાં પડી જતા મોત થયું છે. હાલ આ મામલે પોલીસે નોંધ કરી યુવક કૂવામાં કઈ રીતે પડી ગયો તે મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.