મોરબી: મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરાનાઓ તરફથી જુગારના ગણનાપાત્ર કેશો શોધી કાઢવા સારૂ સુચના થઇ આવેલ હોય જે સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ તથા અમારી રાહબરી હેઠળ અત્રે પોલીસ સ્ટેશન ખાતે આવેલ રામક્રુષ્ણનગર આર-૧૦માં જુગાર રમાડે છે જે બાબતની અરજી આવેલ હોય, જે અરજીમાં જણાવેલ જગ્યાએ જુગારની પ્રવ્રુતી બાબતે વેરીફાય કરાવતા જયાબેન રમેશભાઇ લાલુકિયા વાળા પોતાના રહેણાક મકાનમાં બહારથી મહિલાઓને બોલાવી જુગાર રમવાના સાધન, સામગ્રી પુરા પાડી નાલનાં પૈસા ઉઘરાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીસનો જુગાર રમી રમાડતા મહિલા આરોપીઓ જયાબેન રમેશભાઇ સવજીભાઇ લાલુકિયા (રહે. કુળદેવી પાન પાછળ રામકૃષ્ણનગર મકાન નંબર ૧૦ મોરબી-૨), હીનાબેન ગીરધરભાઇ ધામેચા (રહે. રફાળેશ્વર મફતીયાપરા તા.જી.મોરબી), મેધાબેન અશ્વિનભાઇ સપટ (રહે.દરબારગઢ જાનીશેરી અંબાજીના મંદિર સામે મોરબી-૦૧), લીલાબેન ગોવિંદભાઇ ખોટ (રહે.રફાળીયા નિશાળવાળી શેરીમાં તા.જી.મોરબી), શાહિનબેન નુરમહંમદભાઇ સુમરા (રહે.વેરાવળ ગોવિદપરા જીલ્લો ગીર સોમનાથ),ઉષાબેન અશ્વિનભાઇ સપટ (રહે. દરબારગઢ જાની શેરી અંબાજીના મંદિર સામે મોરબી-૦૧), મજુંબેન લાભુભાઇ કાંટા (રહે.રામકુષ્ણ સોસાયટી ખોડીયાર માતાજીના મંદિર પાસે મોરબી-૦૨) નાઓ રોકડા રૂપીયા-૨૫,૭૨૦ /- તથા મોબાઇલ નંગ-૪ (કિંરૂ.૧૭,૫૦૦/-) સાથે ૪૩,૨૨૦/- ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડી ગુનો રજી કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
કામગીરી કરનાર પો.અધિ. તથા કર્મચારી અમો પોલીસ ઇન્સ્પેકટર વી.એલ. પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એ.જાડેજા તથા પોલીસ હેડ કોન્સટેબલ દિનેશભાઇ હનાભાઇ તથા ભગવાનભાઇ રામજીભાઇ તથા નરેન્દ્રભારથી મહેન્દ્રભારથી તથા ભગીરથભાઇ દાદુભાઇ તથા રમેશભાઇ રાયધનભાઇ તથા રમેશભાઇ રાજાભાઇ તથા દશરથસિંહ હઠુભા તથા ઋતુરાજસિંહ ધર્મેન્દ્રસિંહ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ વનિતાબેન જેઠાભાઇ તથા, શીતલબેન ગુણવંતભાઇ તથા પ્રભાભાઇ ધીરૂભાઇ એમ પોલીસ સ્ટાફના માણસો સાથે મદદમા જોડાયેલ હતા.