મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 30 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ એમ.૮૨. બ્લોક નં -૪૫૧ માં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૩૦ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ એમ.૮૨. બ્લોક નં -૪૫૧ માં રહેતા કમલેશભાઈ રમેશભાઈ સોનાગ્રા (ઉ.વ.૨૫) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૦ કિં રૂ.૩૪૩૮૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





