મોરબીમાં યુવાને ઝેરી દવા ગટગટાવી
મોરબી: મોરબીમાં ઝેરી દવા પી લેતા યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં પંચાસર રોડ પર અક્ષર પાર્ક સોસાયટીમાં રહેતા હીતેષભાઈ શીવલાલભાઈ સવચાણી (ઉ.વ.૩૯) એ ગત તા ૨૩-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલ જ્યાં ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.