Monday, June 8, 2026

મોરબીમાં માનસિક બીમાર વૃદ્ધને પરિવાર સાથે મિલન કરાવાયું.

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં માનસિક બીમાર વૃદ્ધને પરિવાર સાથે મિલન કરાવાયું.

મોરબી માં માનસિક બીમાર અને બહેરાશ ધરાવતા વૃદ્ધ નું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યમાં એલ્ડર લાઈન, સખી વન સ્ટોપ સેન્ટર અને શી ટીમની સરાહનીય કામગીરી કરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીમાં માનસિક બિમાર અને બહેરાશ ધરાવતા 77 વર્ષના વૃદ્ધ મહિલા જેશર, જિલ્લો ભાવનગરથી ગત તા.6 જૂનના રોજ મોરબી આવી ગયા હતા. રાત્રે 8 કલાકે મોરબી બસ સ્ટેન્ડથી મળી આવતા 181 મારફતે સખી વન સ્ટોપ મોરબી ખાતે લાવવામાં આવ્યા હતા. બીજા દિવસે સવારે વૃદ્ધાનું કાઉન્સિલીંગ કરાતા તેઓ સાંભળી શકતા નથી તેવી ખબર પડી હતી. પરંતુ વૃદ્ધાને વારંવાર કાઉન્સિલીંગ કરતાં તેમની પાસેથી જાણવા મળ્યું હતું કે, તેઓને 2 દીકરા છે જે સુરત ખાતે રહે છે.એલ્ડર હેલ્પલાઈન ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમાર દ્વારા તેમના દીકરાઓનો સંપર્ક કરી તેમને બોલાવવામાં આવ્યા હતા. જે અન્વયે આજરોજ તા.8ના રોજ સવારે મહિલા SHE team અને સખી વન સ્ટોપ સેન્ટર-મોરબીને સાથે રાખી વૃદ્ધાનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું હતું. પરિવારે સૌનો આભાર માન્યો હતો.

Related Articles

Total Website visit

1,607,874

TRENDING NOW