Saturday, June 20, 2026

મોરબીમાં માતા-પુત્ર પર પાંચ શખ્સોનો છરી, તલાવાર વડે હુમલો 

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં માતા-પુત્ર પર પાંચ શખ્સોનો છરી, તલાવાર વડે હુમલો 

મોરબી: મોરબીમાં વજેપર શેરી નં -૩ માં માતા-પુત્ર પર પાંચ શખ્સોએ લોખંડના પાઇપ, તલવાર,છરી વડે હુમલો કરી માત-પુત્રને મારમારી ઘરમાં નુકસાન કરી તેમજ મોટરસાયકલ તોડી નાખી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ચંદુભાઈ બાબુભાઈ થરેસા એ પાંચે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી વજેપર શેરી નં -૨૩ સરદારજીના બંગલા નજીક રહેતા ચંદુભાઈ બાબુભાઈ થરેસા (ઉ.વ.૩૭) એ આરોપી કરશનભાઇ લખમણભાઇ બાંભણીયા રહે-વજેપર શેરી નં-૧૧ મોરબી, ગીરીશ નારણભાઇ કંમ્ડારીયા રહે-વજેપર શેરી નં-૧૫ મોરબી, દશરથ દેવજીભાઇ વરાણીયા રહુ-રામકુવા વાળી શેરી ત્રાજપર ખારી મોરબી-૦૨, વિષ્ણુભાઇ પ્રહલાદભાઇ ઠાકોર(સુરેખા) રહે-રામાપીર મંદિર પાસે ત્રાજપર ખારી મોરબી-૨, રાહુલભાઇ રમેશભાઇ ધામેચા રહે-પંચમુખી હનુમાનજી મંદિર પાસે વેજીટેબલ રોડ મોરબી-૦૨ વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૧-૦૧-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે આરોપીઓ ભેગા મળી એક સંપ કરી લોખંડનો પાઇપ તથા છરો તથા તલવાર જેવા હથીયાર ધારણ કરી ગેરકાયદેસર મંડળી રચી ઇજા પામનાર કાળીબેન વેલજીભાઇ ચૌહાણના ઘર પાસે જઇ આ કામના આરોપી કરશનભાઇએ ઇજા પામનારના પૌત્રને ઝગડો કરી લાફા મારેલ હોય જે બાબતે ઇજા પામનાર આરોપી કરશનભાઈને કહેતા આરોપી કરશનભાઇએ પોતાના હાથમા રહેલ લોખંડના પાઇપથી ઇજા પામનારના માથાના ભાગે ઘા મારી ગંભીર ઇજા કરી ઘરમા પ્રવેશી ઘરમા રહેલ ટીવી,કબાટ તથા ફળીયામા પડેલ મોટરસાયકલ પર લોખંડના પાઇપના ઘા મારી નુક્શાન કરી તેમજ આરોપી ગીરીશભાઇએ પોતાના હાથમા રહેલ છરા વડે ઇજા પામનારને હાથમા ઇજા કરી ટચલી આંગળી કાપી નાખી તેમજ આરોપી દશરથએ પોતાના હાથમાં રહેલ તલવાર વડે ઘરમા રહેલ ટીવી, કબાટ તથા ફળીયામા પડેલ મોટરસાયકલ પર ઘા મારી નુકશાન કરી તેમજ આ કામે આરોપી વિષ્ણુભાઇ તથા રાહુલભાઈ બન્ને અજાણ્યા માણસોએ ભુંડી ગાળો બોલી બધા સાથે મળી ગાળો બોલી ઇજા પામનાર પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ચંદુભાઈએ પાંચે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,873

TRENDING NOW