મોરબી જીલ્લાના સેવાભાવી લોકો સેવા કાર્યમાં હંમેશા અગ્રેસર રહ્યા છે. જન્મદિવસ હોય કે પછી પુણ્યતિથિ વિવિધ સેવાકીય કાર્ય કરી ઉજવણી કરતા હોય છે ત્યારે મોરબીમાં માતાના અવસાનની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે પુત્રોએ દાન તથા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ભોજન કરાવી માતૃશ્રીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
મોરબીના ફ્લોરા-158માં રહેતા પરેશભાઈ રણછોડભાઈ મેરજાના માતૃશ્રી જયાબેન રણછોડભાઈ મેરજા ગત તા. ૧૪-૦૪-૨૦૨૧ ના રોજ કોરોનાના કારણે અવસાન પામ્યા હતા જેને આજે ગુરુવારે એક વર્ષ પુર્ણ થતાં પરેશભાઈ મેરજા તથા અલ્પેશભાઈ મેરજાએ માતૃશ્રીને ખરા અર્થે શ્રદ્ધાંજલી પાઠવવા કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં દાન આપી તેમજ શોભેશ્વર રોડ પર આવેલ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને બપોરે ભોજન કરાવી સેવા કાર્ય કર્યા હતા અને માતૃશ્રીને સાર્થક શ્રદ્ધાંજલી પાઠવી હતી.