Thursday, May 1, 2025

મોરબીમાં મણિમંદિરથી જિલ્લા કલેકટર કચેરી સુધી વિકાસ પદયાત્રા અને હેરિટેજ વોકનું આયોજન કરાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં મણિમંદિરથી જિલ્લા કલેકટર કચેરી સુધી વિકાસ પદયાત્રા અને હેરિટેજ વોકનું આયોજન કરાયું

વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર માર્ગ ગુંજી ઉઠયો

સમગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં અત્યારે વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના માર્ગદર્શન અનુસાર મોરબીમાં મણિમંદિરથી જિલ્લા કલેકટર કચેરી સુધી વિકાસ પદયાત્રા અને હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર માર્ગ ગુંજી ઉઠયો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ભારત વિકાસ શપથ ગ્રહણ કર્યા હતા.

આ વિકાસ પદયાત્રામાં ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતીયા, અગ્રણી શ્રી ડો.જયંતીભાઈ ભાડેશીયા, જિલ્લા કલેકટર શ્રી કે.બી.ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ.પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેકટર શ્રી એસ. જે.ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એસ.એન.ગઢવી, શાળાના વિદ્યાર્થીઓ, વિવિધ સરકારી કચેરીના કર્મયોગીગણ, જિલ્લા હોમગાર્ડઝ દળના જવાનો અને બહોળી સંખ્યામાં નાગરિકો સંમિલિત બન્યા હતા.

Related Articles

Total Website visit

1,502,612

TRENDING NOW