મોરબીમાં માધાપર રામજી મંદિર નજીક શ્રી માધાપર સતવારા સમાજની વાડીમાં મંજૂરી વગર લગ્ન કરતાં જાહેરમાં ભંગ હેઠળ ગૂન્હો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબીના માધાપર શેરી નં-૧૬માં રહેતા જગજીવનભાઈ વનુભાઈ નકુમએ માધાપર રામજી મંદિર પાસે સતવારા સમાજની વાડીમાં પોતાની દીકરીના લગ્નનું આયોજન કર્યુ હોય અને DIGITAL GUJARAT PORTAL પર લગ્નની કોઈ મંજુરી નહિ મેળવી કલેકટરના જાહેરનામનો ભંગ કર્યો હોય મોરબી એ ડીવીઝન પોલીસે જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આવેલ છે.