મોરબીમાં ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળશે
મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષક દળ, દુર્ગાવાહિની માતૃશક્તિ દ્વારા મોરબીમાં રામ નવમી નિમિત્તે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં આગામી તા.૧૦ના રામ નવમી નિમિત્તે મહારાણા પ્રતાપ ચોક સામાકાંઠાથી ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળશે. જે મોરબીના મુખ્ય માર્ગો પર પસાર થશે. આ શોભાયાત્રામાં જોડાવા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.
