Sunday, June 21, 2026

મોરબીમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા ચારેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી લોકલ ક્રાઈમબ્રાંચે ઝડપી પાડયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા ચારેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી લોકલ ક્રાઈમબ્રાંચે ઝડપી પાડયો

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા ચારેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી લોકલ ક્રાઈમબ્રાંચે ઝડપી પાડેલ છે.

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય ગાંધીનગરનાઓએ સમગ્ર ગુજરાતમાં આગામી સમયમાં વિધાન સભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં કાયદો અને વયસ્થાની પરીસ્થિતી જળવાય રહે અને સમગ્ર ચુંટણી મુકત અને ન્યાય વાતાવરણમાં યોજાય તેવા હેતુસર આવા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓને સુચના કરેલ હોય જેથી તેઓએ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર મોરબીનાઓને નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચના માર્ગદર્શન આપતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબીનાઓ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, મોરબીના સ્ટાફ સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા.

તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના પોલીસ હેડ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સી પાર્ટ પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬બી,૮૧ મુજબના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી રામદેવસિંહ ઉર્ફે ડકુ રણજીતસિંહ જાડેજા રહે. મોટી ચિરઈ તા. ભચાઉ જી.ભુજ (કચ્છ) વાળો હાલે માળીયા (મિ) પાસે આવેલ ઓનેસ્ટ હોટલ ખાતે ઉભેલ હોવાની બાતમી મળતા સ્ટાફ સાથે માળીયા (મિ) પાસે આવેલ ઓનેસ્ટ હોટલ તપાસ કરતા પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી રામદેવસિંહ ઉર્ફે ડકુ રણજીતસિંહ જાડેજા/ક્ષત્રિય ઉ.વ.૩૧ રહે. મોટી ચિરઇ તા.ભચાઉ જી,ભુજ (કચ્છ) વાળો મળી આવેલ પરંતુ આરોપીને અટક કરવા પહેલા કોવીડ-૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવવી જરૂરી હોય જેથી આરોપીને ઉપરોકત ગુનાના ક્રામે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.

Related Articles

Total Website visit

1,608,902

TRENDING NOW