Wednesday, May 14, 2025

મોરબીમાં પ્રથમ વખત ગોલ્ડન બેબી લીગ ફુટબોલ ટુર્નામેન્ટ યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં પ્રથમ વખત ગોલ્ડન બેબી લીગ ફુટબોલ ટુર્નામેન્ટ યોજાઈ

અન્ડર-10 અને અન્ડર-12 બોયઝ-ગર્લ્સ વચ્ચેની કુલ 26 ટીમોએ ભાગ લીધો, ફૂટબોલ ટુર્નામેન્ટમાં રાજકોટની માસ્ટર એફ-સી ટીમ ચેમ્પિયન બની

મોરબી : મોરબી જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા સૌપ્રથમ વખત જિલ્લા કક્ષાની ગોલ્ડન બેબી લીગ ફુટબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં અન્ડર-10 અને અન્ડર-12 બોયઝ-ગર્લ્સ વચ્ચેની કુલ 26 ટીમોએ ભાગ લીધો હતો. આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં રાજકોટની માસ્ટર એફ-સી ટીમ મેદાન મારીને ચેમ્પિયન બની હતી.આથી વિજેતા ટીમને ટ્રોફી સહિતના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.

મોરબી ગોલ્ડન બેબી લીગ અન્ડર-10 અને અન્ડર-12 બોયઝ-ગર્લ્સ માટે મોરબી જિલ્લા મા પ્રથમ વખત જ ફૂટબોલ ટુર્નામેન્ટનો જંગ ખેલાયો હતો. અને મોરબી જિલ્લામાથી U-10 મા કુલ 11 ટીમોમાં 125 ખેલાડીઓ એ ભાગ લીધો હતો. જેમા 114 ભાઈઓ સાથે 11 બહેનોએ પણ ભાગ લીધો હતો. તે જ રીતે U-12 મા કુલ 15 ટીમોમા કુલ 150 ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમા 6 બહેનોએ પણ ભાગ લીધેલ હતો.

ફૂટબોલ ટુર્નામેન્ટ ગત 11 ડીસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી રમાડવામાં આવી હતી અને તે પણ ફક્ત રવિવારે જ રમાડવામાં આવતી હતી જેથી સ્કૂલના બાળકોને અભ્યાસમા કોઈ મુશ્કેલી ના થાય. આ ટુર્નામેન્ટ પ્રથમ બે રવિવાર ઓમ્ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના મેદાન પર રમાડવામાં આવેલ હતી ત્યારબાદ તમામ મેચો ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ લજાઈ ચોકડી-લજાઈના ફૂટબોલ ગ્રાઉન્ડ પર રમાયેલી હતી.

ફૂટબોલ ટુર્નામેન્ટની સ્પર્ધાને અંતે રાજકોટની માસ્ટર એફસીની ટીમ બન્ને ગ્રુપમા ચેમ્પિયન બની હતી. તે જ રીતે U-10 ગ્રુપમા વિવાન ઇલેવન ટીમે સિલ્વર મેડલ સાથે બીજા નંબરે અને નાલંદા સ્કૂલની ટીમેં ત્રીજા નંબર મેળવ્યો હતો. U-12 મા રાજકોટની માસ્ટર એફસી ટીમે પ્રથમ સ્થાન પર અને ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલની ટાઇગર ઇલેવનની ટીમ બીજા નંબરે અને મોરબીની ફૂટબોલ ક્લબની Soccer Star football academyની ટીમ ત્રીજા નંબરે વિજેતા થઈ હતી.

ફૂટબોલ ટુર્નામેન્ટને સફળ બનાવવા મોરબી ફૂટબોલ એસોસિયનના પ્રેસિડેન્ટ ડો.દેવેનભાઈ રબારી તેમજ ફૂટબોલ એસોશીયન સેક્રેટરી જીતુભાઈ તેમજ મોરબી ફૂટબોલ એસોસિયેશનના કોચ, મુસ્તાક સુમરા કોચ સહિતનાએ ભારે જેહમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,503,632

TRENDING NOW