મોરબીમાં પુત્રીના વધામણાંની ખુશીમાં રામામંડળનું આયોજન
મોરબીમાં વડાવિયા પરિવારના આંગણે પુત્રીના વધામણાં થતા તે ખુશીમાં ભવ્ય રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી તાલુકાના ખાખરાળા ગામના વતની અને હાલ મોરબીના વાવડી ગામે રહેતા દિલીપભાઈ કુંવરજીભાઈ વડાવિયાએ પોતાના ઘરે પુત્રીનો જન્મ થાય તો રામામંડળ રમાડવાની માનતા માની હતી. દિલીપભાઈના કાકા અને બાપાના પરિવારમાં ૩૮ વર્ષે તેમના ત્યાં દિકરીનો જન્મ થતાં પુત્રી રત્ન પૂર્વાની ખુશાલીના ભાગરૂપે આગામી તા.૯ ના રોજ રામામંડળ યોજાશે.
જેમાં નાની વાવડી બસ સ્ટેન્ડ પાસે આવેલ નકલંક ધામ મંદિર ખાતે આગામી તા.૦૯-૦૪-૨૦૨૨ને શનિવારના રોજ પીઠડનું શ્રી પીઠડાઈ ગૌ સેવા રામામંડળ રમાશે. સાંજે ૫ કલાકે રામાપીરનું સામૈયું, ૬ કલાકે ભોજન સમારંભ તથા રાત્રે ૯ કલાકે સંગીતમય શૈલીમાં રામદેવપીરનું જીવન ચરિત્ર કલાકારો દ્વારા રજુ કરવામાં આવશે. આ તકે ધર્મ પ્રેમી જનતાને રામામંડળ નિહાળવા દિલીપભાઈ વડાવિયા તથા અશોકભાઈ વડાવિયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.