મોરબીના નજરબાગ નજીક આવેલ જીવરાજપાર્ક સોસાયટીમાં રહેતા દેવજીભાઈ મગનભાઈ ઉભડીયાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી એવા પાડોશી (૧) અરવીદભાઈ ઉકાભાઈ ચૌહાણ (૨) જેશીગભાઈ ચૌહાણ અને (૩) અશ્ર્વીનભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધવતા જાહેર કર્યું હતું કે, આરોપી અરવિંદભાઈની પુત્રી સાથે તેમના પુત્ર દિવ્યેશને અગાઉ પ્રેમસંબંધ હતો જે બાદ યુવતીના અન્યત્ર લગ્ન થઈ ગયા હતા. જો કે, યુવતીના લગ્ન થઇ જવા છતાં પણ દિવ્યેશ ફોન અને મેસેજ કરતો હોય અરવિંદભાઈએ ફરિયાદી દેવજીભાઈને તેના પુત્રને સમજાવી દેવા જણાવી ફોન કે મેસેજ ન કરવા કહ્યું હતું. આમ છતાં દિવ્યેશ ફોન -મેસેજ કરતો હોય તા.22ના રોજ અરવિંદભાઈ સહિતના ત્રણ આરોપીઓએ જીવરાજભાઈને રસ્તામાં રોકી માર માર્યા બાદ ઘેર આવી હુમલો કરતા વચ્ચે પડેલા દેવજીભાઈના પત્ની હીરાબેનને પેટમાં ધોકો મારી લેતા બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.