મોરબીના દાઉદી પ્લોટ શેરી નં-૧ માં સાબુના કારખાના પાછળ તીનપત્તીનો જુગાર રમતા ૭ પતાપ્રેમીઓનેં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના દાઉદી પ્લોટ શેરી નં-૧ માં સાબુના કારખાના પાછળ તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ, મયુરભાઇ મનસુખભાઇ લોરીયા (રહે.મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૩ ખુશ્બુ સ્કુલવાળી શેરી), સાકિરભાઇ રજાકભાઇ બ્લોચ, (રહે.મોરબી કાલીકાપ્લોટ મતવા મસજીદની સામે), નિજામભાઇ જુસબભાઇ કટીયા,(રહે.મોરબી જુનાબસસ્ટેશન મચ્છીપીઠ મદીના પેલેસ સામે),ઇમરાનભાઇ ઇબ્રાહમિભાઇ ઇમાની (રહે.મોરબી કાયાજીપ્લોટ શેરીનં.૫),સંજયભાઇ કાળુભાઇ કુંઢીયા (રહે.મોરબી દાઉદીપ્લોટ સાબુના કારખાના પાછળ મેલડીમાતાના મંદીર પાસે), પિન્ટુભાઇ કાળુભાઇ કુંઢીયા (રહે.મોરબી દાઉદીપ્લોટ સાબુના કારખાના પાછળ મેલડીમંદીર પાસે),એજાજ ઉર્ફે એજલો નુરમામદભાઇ જામ (રહે.મોરબી લાતીપ્લોટ શેરીનં.૮) નેં રોકડ રકમ રૂ. ૨૦,૪૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.