મોરબીમાં પતિ પત્ની વચ્ચે ઝગડો થતા પતિનો આપઘાત
મોરબી: મોરબીમાં પતિ પત્ની વચ્ચે ઝગડો થતા પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીમાં મારુતિ પાર્કમાં રહેતા આકાશભાઈ હસમુખભાઇ આંજણકા (ઉ.વ.૨૮) ને પોતાની પત્ની સાથે ઝગડો થતા ગત તા. ૦૪-૦૧-૨૦૨૩ ના રોજ પોતાના રહેણાંક મકાને પોતાની જાતે સીલીંગ પંખા સાથે સ્વેટર વડે ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.