મોરબી જીઆઇડીસી રોડ પર આવેલ સ્વામિનારાયણ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના બીજા માળે રાહત દરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરપી અને રીહેબિલીટેશન સેન્ટરને સફળતા પુર્વક 1 વર્ષ પુર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આગામી તા.04 જુલાઇ 2021 ને રવિવારના રોજ ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ (MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. આ સેન્ટરમાં છેલ્લા એક વર્ષમાં 1500 થી વધુ દર્દીઓને સફળ સારવાર રાહતદરે લીધેલ છે. ત્યારે ગત તા.04 જુલાઇ 2021ને રવિવારના રોજ યોજાયેલ નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પમાં 200થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં દર્દીઓને તપાસી, માર્ગદર્શન અને યોગ કસરત બતાવવામાં આવી હતી. તેમજ દરેક દર્દીને દુખાવાની ટ્યુબ નિ:શુલ્ક આપવામાં આવી હતી. તેમજ 80 થી વધુ દર્દીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાહતદરે ચાલતા ફિઝીયોકેર-ફિઝીયોથેરાપી અને રીહેબિલીટેશન સેન્ટરમાં સાયટીકા, ગાદી ખસવી, સાંધાના વા, ઘુંટણનો ઘસારો, કમર, ગરદન, ઢીંચણ, ખભા, એડીનો દુખાવો, ફેક્ચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, કમ્પવા, સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રના રોગો, બેલેન્સ પ્રોબ્લેમ, તમાકુ કેંસરના ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર, ડિલીવરી પહેલા પછીની કસરતો તથા વજન ઘટાડવું જેવી સમસ્યાના દર્દીઓ અને મોરબીવાસીઓ લાભ લઈ રહ્યા છે.
