મોરબીમાં નવલખી ફાટક સીલ્વર પાર્ક સોસાયટી નજીક ઈંગ્લીશ દારૂની ૧૪ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીની નવલખી ફાટક સીલ્વર પાર્ક સોસાયટી સામે બાવળની કાંટમાથી આરોપી રાહુલભાઇ ભરતભાઈ સારલા (રહે. જોન્સનગર રુક્ષ ફનીંચર વાળી શેરી. મોરબી) નેં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ- ૧૪ (કીં.રૂ.૪૨૦૦) નાં મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડેલ છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.