(અહેવાલ: જયેશ બોખાણી)
મોરબી: આજના જમાનામાં લોકો દીકરો અવતરે તે માટે ભગવાનને પ્રાર્થના કરીને બાધા-આખડીઓ રાખતા હોય છે. અને કેટલાક લોકો દીકરી અવતરે તો પોતાને કમનસીબ માનતા હોય છે. પરંતુ મોરબીમાં પિતાના મૃત્યુ બાદ દિકરીઓએ પિતાને કાંધ આપીને અગ્નિસંસ્કાર કર્યા હતા. અને સમાજમાં દિકરી પણ સમોવડી બનીને દિકરાની ખોટ સાલી શકે છે. તેવો દાખલો બેસાડ્યો હતો.

મોરબીના વજેપરમાં રહીને સામાન્ય દુકાનના વ્યવસાય સાથે જોડાયેલાં અમૃતલાલ હરિશંકર રાવલનું દુખદ અવસાન થતાં પરિવારજનો અને તેની વ્હાલસોયી પાંચ દિકરીઓમાં દુખની લાગણી પ્રસરી જવા પામી હતી. અમૃતલાલને સંતાનમાં પાંચ દિકરીઓ જ હોઈ દિકરો ન હોવાથી જેથી આજે પિતાના મૃત્યુ બાદ તેમના મૃતદેહને કાંધ આપવાના સમયે દિકરી નીતાબેન, ભાવનાબેન, મુનીબેન, સોનલબેન, પૂનમબેનએ તેમના પિતાને કાંધ આપી અને અગ્નિસંસ્કાર પણ કર્યા હતા. અને સમાજમાં દિકરી પણ દિકરા કરતા સમોવડી બનીને સાત પેઢીને પાર ઉતારી શકે છે તેવું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. સાથે સાથે જમાઈ અશોકભાઈ, જીતેન્દ્રભાઈ, નિશિતભાઈએ પણ પોતાના સસરાને પિતા ગણીને તેમની જવાબદારી નિભાવી હતી.