મોરબીમાં દાજી જતા યુવકનુ મોત
મોરબી: મોરબીમાં કચરો સળગાવવા માટે કેરોસીનથી ભરેલ શીશો અકસ્માતે હાથમાંથી પડી જતા આખા શરીરે આગ લાગી જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં ન્યુ રેલ્વેકોલોની ધકાવાળા મેલડીમાની સામે રહેતા બીપીનભાઈ ભનુભાઇ ડાઠીયા (ઉ.વ.૩૫) ગત ૨૫-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે કચરો સળગાવવા માટે કેરોસીનથી ભરેલ પ્લાસ્ટીકના શીશામાંથી કેરોસીન નાખવા જતા અક્સ્માતે શીશો હાથમાંથી પડી જતા આખા શરીરે આગ લાગતા દાજી જતા પ્રાથમીક સારવાર સવીલ હોસ્પિટલ મોરબી લઈ વધુ સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ રાજકોટ રીફર કરેલ હોય જ્યા સારવાર દરમીયાન ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





