મોરબીમાં દરબાર ગઢ નજીક આવેલ સ્વામિ વિવેકાનંદની પ્રતિમાને ફુલહાર ચડાવી યુવા આર્મી ગ્રુપ દ્વારા યુવા દિવસની ઉજવણી કરાઇ
મોરબી: 12 જાન્યુઆરી 1863 ભારતમા એક યુગ પુરુષનો જન્મ થયો કે જે યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ મને ભારતદેશ રાષ્ટ્ર યુવાદિવસ તરીકે મનાવે છે ત્યારે તેમનુ જીવન પણ આજના યુવા માતે અત્યંત પ્રેરણાદાયક છે.
ભારતના પહેલા સાધુ જેમને આધ્યાત્મિકતા અને રાષ્ટ્રવાદ બને સાથે રાખીને ભારતદેશની સંસ્કૃતિનો પરિચય વિશ્વને કરાવ્યો શિકાગોની ધર્મ સભામા આપેલી તેમની સ્પીચ હોઈ કે ભારતભ્રમણ દ્વારા હિન્દુધર્મનો પ્રચારકાર્ય વિશ્વવંદનીય છે આવા યુગ પુરુષ થી પ્રેરિત થયને મોરબીને રાજકોટમાં યુવાશક્તિ ફાઉન્ડેશન દ્વારા રક્તદાનનુ કાર્ય ચાલી રહ્યુ છે જે દિવસ રાત લોકોની બ્લડની ઈમરજન્સી જરૂરિયાત પૂરી પાડતું હોય છે ત્યારે આજે યુવા દિવસ નિમિત્તે યુવા આર્મી ગ્રુપ, મોરબીના યુવાનો દ્વારા આજે મોરબીમાં દરબાર ગઢ પાસે આવેલ સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુને સ્વચ્છ કરીને ફુલહાર ચડાવી યુવા દિવસની ઉજવણી કરવામાં આવી.