મોરબીમાં દરબારગઢ થી નગર દરવાજા અને નગર દરવાજા થી જુના બસ સ્ટેશન સુધીનો રોડ નવો બનાવવા રજૂઆત
મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મોરબીના દરબારગઢ થી નગર દરવાજા સુધીનો તથા નગર દરવાજા થી જુના બસ સ્ટેન્ડ સુધીનો રોડ સંપૂર્ણપણે ખરાબ હાલતમાં હોય ત્યારે તેને નવો બનાવવા માટે મોરબી જિલ્લા કલેકટર, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, નગરપાલિકા ચીફ ઓફિસર અને વહીવટદાર નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે
ત્યારે સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણિયા, રાણેવાડિયા દેવેનભાઈ, ચિરાગભાઈ સેતા, અને મુકેશભાઈ બલોચ દ્વારા મોરબીના ધારાસભ્ય, મોરબી જિલ્લા કલેકટર, મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર, તથા નગરપાલિકાના વહીવટદાર ને સંબોધીને લેખિતમાં આવેદન આપતા જણાવ્યું હતું કે મોરબી માળિયા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા છેલ્લા વિધાનસભાની ચૂંટણી વખતે જાહેરમાં બોલેલ કે ગ્રીનચોકમાં વેપારી પ્રજાને વચન આપેલ કે તમારા બધા કામો થઈ જશે હવે કાંતિભાઈ ફરીથી ચાર્જ સંભાળ્યા પછી આજે સારો એવો સમય વીતી ગયો હોય અને ટર્મ પણ પૂરી થવા આવી હોય તો પણ આપેલ વચન પુરા કરી શકેલ નથી તેથી આમ જનતામાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે દરબારગઢ થી નગર દરવાજા સુધીનો અને નગર દરવાજા થી જુના બસ સ્ટેશન સુધીનો રસ્તો ખૂબ ગંભીર હાલતમાં હોય જે બાબતે અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવેલ હોય પરંતુ આજ દિન સુધી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી ત્યારે આ રસ્તા પર મસ મોટા ખાડાઓ પડી ગયા હોય અને રોડની હાલત ખૂબ ગંભીર હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને લઈને રોડનું નવીનીકરણ કામગિરિ તાત્કાલિક ધોરણે કરવા માટે રજૂઆત કરવામાં આવી છે





