મોરબી ગત તા.૦૭/૦૯/૨૧ના રોજ રાત્રીના મોરબી શનાળા બાયપાસ રોડ, ભક્તિનગર સર્કલ પાસે ફાયરીંગનો બનાવ બનેલ જેમા ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધુધ ફાયરીંગ થતા મહમદહનીફભાઇ ઉર્ફે મમુ દાઢી હનીફભાઇ કાસમાણી રહે. મોરબી ખાટકીવાસ વાળાનુ બનાવ સ્થળે મોત થયેલ તેમજ અન્ય વ્યકિતઓને ઇજા થયેલ.
જે બનાવ અનુસંધાને મોરબી સીટી એ.ડીવી.પોલીસ સ્ટેશનનો આઇ.પી.સી. કલમ ૩૦૨ વિગેરે તથા આર્મ્સ એકટ કલમ તથા જી.પી.એક્ટ કલમ મુજબનો ગુન્હો તા.૦૮/૦૯/૨૧ ના રોજ આરીફ ગુલામભાઇ મીર તથા રફીક માંડવીયા સહિત નવ નામજોગ તથા ચાર અજાણ્યા મળી કુલ-૧૩ આરોપીઓ વિરૂધ્ધ દાખલ થયેલ. કે આ બનાવ બાદ મોરબી જીલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કુલ-૧૧ આરોપીઓ પકડી
પાડવામાં આવેલ.
આ તમામને અટક કરી રીમાન્ડ મેળવવામાં આવેલ – આ તપાસ દરમ્યાન આ આરોપીઓએ સંગઠીત ગુન્હા ટોળકી બનાવી આ ગુન્હો આચરેલ હોવાનુ ત.ક.અ.ના ધ્યાનમાં આવેલ આ સંગઠીત ગુન્હા આચરતી ટોળકીનો મુખ્ય સુત્રધાર આરીફ ગુલામભાઇ ધોળા/ મીર રહે.મોરબીવાળો છે. આ આરીફ મીર તથા તેના સાગરીતોએ મળી મોરબી શહેરમાંખુન, ખુનની કોશિષ, લુંટ, રાયોટીંગ, સરકારી નોકર પર હુમલો, ધાકધમકી, જમીન પચાવી પાડવા અર્થે ખોટા દસ્તાવેજો બનાવવા, ખંડણી વિગેરે ગુન્હાઓ આચરેલ હોવાનુ ફલીત થયેલ હોય અને મોરબી શહેરની સામાન્ય પ્રજામાં પોતાની ધાક ઉભી કરી વર્ચસ્વ જમાવી કાયદો વ્યવસ્થા તેમજ જાહેર શાંતિનો ભંગ કરી છેલ્લા દસેક વર્ષમાં દહેશતનું વાતાવરણ ઉભું કરેલ હોય જેથી આ સંગઠીત ગુન્હા ટોળકી તથા તેના સાગરીત વિરૂધ્ધ ગુજર્સીટોક કાયદાની કલમનો ઉમેરો કરી કાર્યવાહી કરવામાં આવેલ.
આ ગુન્હાની તપાસ રાધિકા ભારાઇ, નાયબ પોલીસ અધિક્ષક, મોરબી વિભાગનાઓ ચલાવી રહેલ છે. – આજરોજ આ ગુન્હાના કામે તપાસ દરમ્યાન સંગઠીત ગુન્હા ટોળકીના વધુ ૨ સભ્યો રીયાજ ઇકબાલ જુણાચ (રહે. મોરબી, કાલીકા પ્લોટ) મુસ્તુફા ઉર્ફે મુસ્તુ દાઉદભાઇ દાવલીયા (રહે. મોરબી) ની ગુજસીટોક કાયદા હેઠળ ધરપકડ કરેલ છે. જેમણે આ સંગઠીત ગુન્હા ટોળકી કે જેનો મુખ્ય સુત્રધાર આરીફ મીર હોય તેના વતી તેમજ આ ગેંગના સભ્ય તરીકે ભુતકાળમાં ખુનની કોશીષ, રાયોટીંગ જેવા અલગ અલગ ગુન્હાઓ કરેલ છે.