મોરબીમાં ત્રાજપર ખારી ઢોરા નજીક તીનપત્તીનો જુગાર રમતા બે ઝડપાયા
મોરબી: મોરબીમાં ત્રાજપર ખારી ઢોરા પાસે કાળકામાના મંદિર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં ત્રાજપર ખારી ઢોરા પાસે કાળકામાના મંદિર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી વિજયભાઈ રમેશભાઈ બારૈયા તથા રવિભાઈ રમેશભાઈ વિંજવાડીયા (રહે બંને મોરબી -૨) ને રોકડ રકમ રૂ.૫,૫૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડયા છે. આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





