મોરબીમાં ત્રાજપર ખારી જવાના ઢાળીયા નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીમાં જુના ઘુંટુ રોડ, ત્રાજપર ખારી જવાના ઢાળીયા નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં જુના ઘુંટુ રોડ, ત્રાજપર ખારી જવાના ઢાળીયા નજીકથી આરોપી ભરતભાઇ જીવણભાઈ કળોતરા (ઉ.વ.૩૧.)રહે. લાયન્સ નગર, નવલખી રોડ, મોરબી વાળા પાસેથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૨ કિં.રૂ. ૭૫૦ ના મુદામાલ સાથે મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.