મોરબી: વસુંધરા હોટલના પહેલા માળે વસુંધરા લોજીસ્ટીક આરોપીના કબ્જા વાળી દુકાનમાં તીનપત્તીનો જુગાર રમતા ૭ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં વસુંધરા હોટલના પહેલા માળે વસુંધરા લોજીસ્ટીક આરોપી રમણીકભાઇ ગોવિંદભાઈ ચાવડાનાં કબ્જા વાળી દુકાનમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ રમણીકભાઇ ગોવિદભાઇ ચાવડા (રહે.નહેરૂનગર-૦૬ ઢેબર રોડ રાજકોટ ),અશોકભાઇ જેઠાભાઇ ભુભરીયા (રહે.લક્ષ્મીનગર સોસાયટી શોભેશ્વર રોડ મોરબી-૦૨),સુરજભાઇ ઉર્ફે સુર્યો રમેશભાઇ સીતાપરા (રહે. મહેન્દ્રનગર સી.એન.જી. પંપની સામે મોરબી-૦૨),અનીલભાઇ ધીરૂભાઇ વિરડા (રહે. મહેન્દ્રનગર સી એન જી. પંપની સામે મોરબી ૦૨), મીલનભાઇ લાભુભાઇ બાલાસરા (રહે.વૃષભનગર-૦૪ સામાકાંઠે મોરબી-૦૨),અજયસીહ દશરથસીહ ઝાલા (રહે. વિધુતનગર સોસાયટી સર્કીટહાઉસ સામે મોરબી-૦૨), બ્રીઝરાજસીહ રવિન્દ્રસીહ જાડેજા (રહે.હરીપાર્ક સોસાયટી સર્કીટ હાઉસની સામે મોરબી-૦૨) નેં રોકડ રકમ રૂ.૩૮,૦૦૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





