મોરબીના વીસીપરા પ્રજાપત કારખાના પાછળના ભાગે આવેલ જાહેર રોડ ઉપર તીનપત્તીનો જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓનેં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા પ્રજાપત કારખાના પાછળના ભાગે આવેલ જાહેર રોડ ઉપર તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ કેશુભાઇ અરજણભાઇ અગેચણીયા (રહે.વીસીપરા પ્રજાપત કારખાના પાછળ અમરેલી રોડ મોરબી, અશોકભાઇ લોકચંદભાઇ ચંદાણી ,( રહે.વીસીપરા ફુલીનગર-૧ મોરબી), સુરેશભાઇ સવજીભાઇ દેલવાણીયા (રહે.આનંદનગર શનાળા બાયપાસ મુરલીધર હોટલ પાછળ મોરબી-૧), રાજુભાઇ અરજણભાઇ અગેચણીયા (રહે. વીસીપરા પ્રજાપત કારખાના પાછળ અમરેલી રોડ મોરબી) નેં રોકડ રકમ રૂ. ૧૦,૪૮૦ ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





